સુરત : “નવતર અભિગમ”, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવી જાગૃતતા લાવવાનો કરાયો પ્રયાસ

Update: 2019-12-07 09:30 GMT

સુરત શહેરથી સંબંધીના પુત્રના લગ્નની કંકોત્રી આવી, કાપડની થેલી પર કંકોત્રી છપાવેલી જોતા જ વેલાછાના સ્થાનિક કનુભાઈ પંચાલના પરિવારે પણ વિચારી લીધું કે, સાળાની દીકરી માટે પણ આ જ પ્રકારની કાપડની થેલી પર કંકોત્રી છપાવશે.

સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ ગજ્જરના પરિવારમાં દીકરાના લગ્ન લેવાયા છે. તા. 8મી ડિસેમ્બરના રોજ પુત્રના લગ્ન હોવાથી પરિવાર અસમંજસમાં હતો કે, કંકોત્રી છપાવવી તો કેવી છપાવએ. ગજ્જર પરિવાર સ્વાધ્યાય પરિવારમાં માનનારો પર્યાવરણ પ્રેમી પરિવાર પણ હતો. તેથી પરિવારના સભ્યોએ વિચાર્યું કે, આપણે એવી કંકોત્રી છપાવીએ કે જેથી કંકોત્રી કચરામાં ન જાય અને પર્યાવરણને પણ કોઈ નુકશાન ન થાય. ગજ્જર પરિવારે કાગળની કંકોત્રી નહિ પરંતુ કાપડની થેલી પર કંકોત્રી છપાવવાનો વિચાર કર્યો. પરિવારે નક્કી કર્યું કે, કાપડની થેલી પર લગ્નની કંકોત્રી છપાવીએ જેથી સગા સંબધીઓ પણ આ થેલી કંકોત્રીનો ઉપયોગ વારંવાર કરી શકે. જોકે સુરતના ગજ્જર પરિવારના મહત્વપૂર્ણ નિર્ણયથી માંગરોળ તાલુકાના વેલાછા ગામના એક પરિવારના સભ્યોએ પણ વિચારી લીધું કે, તેઓ પણ પોતાના સાળાની દીકરીના લગ્ન માટે આ જ પ્રકારે કાપડની થેલી પર કંકોત્રી છપાવશે. સમાજના લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે ગજ્જર પરિવાર દ્વારા કાપડની થેલી પર કંકોત્રી છપાવવાના નવતર અભિગમને બિરદાવવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News