સુરતઃ વેપારીની સગીર પુત્રીને ભગાડી જનાર યુવક સેલવાસથી ઝડપાયો

Update: 2018-06-17 11:18 GMT

ઉમરા પોલીસે આરોપીની પુછપરછ માટે 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે

સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની સગીર વયની પુત્રીને ભગાડી જનારા ફિરોઝની ઉમરા પોલીસે સેલવાસથી ધરપકડ કરી. આરોપીની પૂછપરછ માટે હાલ પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે.

સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની 17 વર્ષની સગીર દીકરીને ભગાડી જનારા ફિરોઝ ઉર્ફે સમીર ઉસ્માન વોરા સામે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ઉમરા પોલીસની ટીમે તેને સેલવાસથી પકડી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ ફિરોઝ આ તરુણીને લઈને સીધો જ સેલવાસ પહોંચ્યો હતો. જ્યાં તેને એક સંબંધી અને ત્રણ ચાર મિત્રો રહે છે. તે તમામને ત્યાં આ બન્ને રોકાયા હતા. તપાસ કરતા અધિકારી દ્વારા તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. તપાસમાં એવી હકીકત પણ સપાટી પર આવી છે કે ફિરોઝનો એક મિત્ર છે જે આ તરુણીના સંપર્કમાં હતો.

તરુણી રાંદેરની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી જેથી દરરોજ રાંદેર તરફ જવાનું થતું હતું. ફિરોઝનો મિત્ર તેને મળતો એ સાથે એકાદ બે વખત ફિરોઝ પણ

મળ્યો. આ રીતે બે મહિનાથી પરિચયમાં આવ્યા અને છેવટે તે ભગાડી ગયો હતો. રાંદેરના ફિરોઝની પોલીસે સેલવાસથી ધરપકડ કરી પુછપરછ માટે 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં આ યુવક અગાઉ પણ બે યુવતીઓ સાથે પ્રેમ સબંધ રાખી ચુક્યો છે. જો આ યુવતીઓ હિન્દૂ પરિવારની હતી અને યુવક મુસ્લિમ હોવાને કારણે પોલિસે ખુબજ કાળજીપૂર્વક તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News