હાલોલ : પાવાગઢ રોડ પર લકઝરી બસ અને બાઈક વચ્ચે થયો અકસ્માત, ૧ નું મોત

Update: 2019-01-09 15:16 GMT

હાલોલ તાલુકાના પાવાગઢ રોડ પર લકઝરી બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવતી સહિત ચાર વર્ષની બાળકીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં યુવતીની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ બોલાવી બન્ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જોકે હાલોલ સરકારી હોસ્પિટલ પૂરતી સગવડ ન હોવાથી યુવતીને તાત્ત્કાલિક સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી.

પાવાગઢ રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પર પહોચી હતી.

Tags:    

Similar News