Connect Gujarat
Featured

અમરેલી : બાબરામાં PSIએ વરસાવી લાઠી,પાથરણાવાળી મહિલાઓમાં ફેલાયો રોષ

અમરેલી : બાબરામાં PSIએ વરસાવી લાઠી,પાથરણાવાળી મહિલાઓમાં ફેલાયો રોષ
X

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ભરાતાં બુધવારી બજારમાં પથારા નાંખી ચીજવસ્તુઓનું વેચાણ કરતી મહિલા ધંધાર્થીઓને પીએસઆઇએ માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. રાજયમાં એક તરફ મહિલા સુરક્ષાની દુહાઇઓ આપવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસ જ મહિલાઓ ઉપર દમન ગુજારતી હોવાનું વિડીયો પરથી ફલિત થઇ રહયું છે.

અમરેલી જિલ્લામાં આવેલાં બાબરા શહેરમાં બુધવારના રોજ હાટબજાર ભરાય છે. બાબરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બજારમાં ખરીદી માટે આવતાં હોય છે. આ બજારમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સસ્તી મળતી હોવાથી લોકોની ભીડ જામતી હોય છે. નદીના પટમાં ભરાતાં બજારમાં વસ્તુઓના વેચાણ માટે આવતી મહિલાઓને પીએસઆઇ માર મારતાં હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. બાબરાના પીએસઆઇ દિપિકા ચૌધરી અત્યાચાર ગુજારતાં હોવાનો આક્ષેપ મહિલા વેપારીઓએ કર્યો છે.

પીએસઆઇએ બુધવારી બજારમાં ધસી જઇ બજાર બંધ કરાવી દેતાં વેપારીઓની રોજગારી સામે પણ સવાલો ઉભાં થયાં છે. એક બાજુ સરકાર મહીલાની સુરક્ષાને લઈને મોટા મોટા દાવાઓ કરે છે તો એક મહિલા પી.એસ.આઇ. ગરીબ વર્ગની મહીલાઓ પર લાઠી ઉઠાવી રહયાં છે.. બુધવારી બજારમાં આવતાં વેપારીઓએ મહિલા પીએસઆઇ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી છે..

Next Story