Connect Gujarat
ગુજરાત

અમરેલીની સરકારી કચેરીઓમાં રામરાજ્ય : ફાયર સેફટી વિનાની 40 ઉપરાંતની કચેરીઓ

અમરેલીની સરકારી કચેરીઓમાં રામરાજ્ય : ફાયર સેફટી વિનાની 40 ઉપરાંતની કચેરીઓ
X

સુરતની તક્ષશીલા બિલ્ડીંગની ઘટના બાદ પણ અમરેલી વહીવટી તંત્ર હજુ ઊંઘમાંથી સફાળું જાગ્યું નથી લાગતું. અમરેલીની ત્રણ માળની સરકારી બહુમાળી ભવન બિલ્ડીંગમાં 40 આસપાસની સરકારી કચેરીઓ આવી છે. પણ આ સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીની સુવિધાઓ નથી. રોજના હજારો અરજદારો આ બહુમાળી ભવનમાં આવતા હોય છે પણ સરકારની સરકારી કચેરીઓ ફાયર સેફટી વિના જ ધમધમી રહી છે.

આ સરકારી બહુમાળી ભવનમાં આશરે 40 ઉપરાંતની સરકારી કચેરીઓ ત્રણ માળના બિલ્ડીંગમાં કાર્યરત છે. પણ ખાટલે મોટી ખોટ ની માફક આખા ત્રણ માળના બહુમાળી ભવનમાં એકપણ જગ્યાએ કે એક પણ કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધાઓ નથી. અમરેલી સામાજિક વનીકરણ વિભાગ, અમરેલી ડી.વાય.એસ.પી.કચેરી, સેક્શન ઓફિસ, જિલ્લા હોમગાર્ડ કચેરી, સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, સી.આઈ.ડી.ક્રાઈમ કચેરી, જિલ્લા માધ્યમિક શિક્ષાણાધિકારીની કચેરી, સિંચાઈ વિભાગની કચેરી, ભૂસ્તર શાસ્ત્રીની કચેરી સહિત 40 ઉપરાંતની કચેરીઓ કાર્યરત છે. પણ એ કચેરીમાં વીજળીના વાયરો નીચે લબડી રહયા છે. ત્યારે બે દિવસ પહેલા કલેકટરે કોઈપણ બિલ્ડીંગ બને ત્યારે ફાયર સેફટી બાદ જ એન.ઓ.સી.મળતું હોવાની વાત કરી હતી.

જિલ્લા પ્રશાસનના મુખ્ય વહીવટી વડા ચોખ્ખું જણાવે છે કે કોઇપણ બિલ્ડીંગ બને ત્યારે ફાયર સેફટીના નોમ્સ માંથી પસાર થવું પડતું હોય છે અને આવી કોઈપણ બિલ્ડીંગ હશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરે આપી દીધી છે. પણ ખુદના તાબા નીચે આવતી 40 આસપાસની સરકારી કચેરીઓ જે બહુમાળી ભવનમાં છે તે જ રામ ભરોસે છે.

અમરેલીની બહુમાળી ભવનમાં સરકારી ૪૦ આસપાસની કચેરીઓમાં ફાયર સેફટી નથી પણ સ્થાનિકો દ્વારા કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ન હોવાનું જણાવતા આ ફાયર સેફટી સાંભળતી નગરપાલિકા ના ફાયર વિભાગની અધિકારીની કચેરી કે આખી નગરપાલિકામાં ફાયર સેફટીની સુવિધાઓ ન હોવાનું ખુદ ફાયર સેફટી અધિકારી હસમુખ દેસાઈ સ્વીકારી રહ્યા છે ને બહુમાળી ભવનમાં તપાસ માટે સર્વે ની ટીમને કામગીરી સોંપી હોવાનું કહ્યું હતું.

હાલમાં તો કલેકટરે સૂચનો આપી દીધી છે પણ હજુ સર્વેની કામગીરી સોંપી છે 70 ટ્યુશન કલાસીસ માં ફાયર સેફટી નથી પણ 90 જેટલી ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે બહુમાળી ભવનમાં ફાયર સેફ્ટીમાં સાધનો ન હોવાનો સ્વીકાર કર્યો છે. પણ ત્રણ દિવસની નોટીસ આજે ફટકારશે પણ કાર્યવાહી કરવાની વાતો ફાયર સેફટી તંત્ર હવામાં કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે.

Next Story