/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Theft.jpg)
ખરીદી કરવાના બહાને આવેલા સ્ત્રી-પુરૂષે 10થી 12 શર્ટની થપ્પી સેરવી લીધી, ઘટના સીસીટીવીમાં કેદ થઈ
અંકલેશ્વરનાં જીઆઈડીસી વિસ્તારમાં જલધારા ચોકડી પાસે આવેલા આઈ 10 કોમ્પલેક્ષમાં રેડીમેડ ગારમેન્ટની દુકાનમાંથી આજરોજ તૈયાર શર્ટની ચોરી થઈ હતી. જેમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા સ્ત્રી-પુરૂષે આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. દુકાન માલિકે સમગ્ર ઘટના સંદર્ભે જીઆઈડીસી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે આવેલા વલ્લભ સૃષ્ટી ખાતે રહેતા સાગર પ્રવીણભાઈ કાનાણી તૈયાર ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જીઆઈડીસી વિસ્તારનાં જલધારા ચોકડી ખાતે આવેલા આઈ10 કેમ્પલેક્ષમાં ગારમેન્ટની દુકાન ધરાવે છે. તેઓ આજરોજ બપોરનાં સમયે જમવા અર્થે ઘરે આવ્યા હતા. તે દરમિયાન તેમનો સેલ્સમેન દુકેના હતો. તેવામાં બે અજાણ્યા સ્ત્રી-પુરૂષ ખરીદી કરવા માટે આવ્યા હતા. જેમણે શર્ટ ખરીદવાના છે તેમ કહેતાં સેલ્સમેને કપડાં બતાવ્યા હતા.
ખરીદીનાં બહાને આવેલા સ્ત્રી-પુરૂષ પૈકી સ્રીએ દુકાનનાં સેલ્સમેનની નજર ચૂકવી અંદાજે 10થી 12 જેટલાં શર્ટ પોતાની ઓઢણીમાં છુપાવી લીધા હતા. બાદમાં સાગરભાઈ જમીને પરત આવતાં સેલ્સેમેને દુકાનમાંથી કંઈક ચોરી થઈ હોવાનું કહેતાં તેમણે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં અજાણી મહિલા દ્વારા શર્ટની ચોરી કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતની જાણ સાગર કાનાણીએ જીઆઈડીસી પોલીસ મથકે લેખિતમાં કરી હતી.