/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vlcsnap-2018-08-15-18h14m53s366.png)
મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની સદસ્યતા નોંધાવી
૧૫ ઓગષ્ટ નિમિત્તે અંકલેશ્વર ખાતે નોટીફાઇડ વિસ્તારમાં ભાજપા દ્વારા ઓન લાઇન સદસ્યતા વૃદ્ધિ અભિયાન આંતર્ગત ૧૮ થી ૨૫ વર્ષના યુવાનોની સદસ્યતા નોંધણી કાર્યક્રમ રખાયો હતો. જેમાં મંત્રી ઈશ્વરસિંહ પરમાર, જનક શાહ, યોગેશ પટેલ, સંદિપ પટેલ, ધર્મેશ પુસ્કરણા સહિતના કાર્યકરો,પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
અંકલેશ્વર નિઓટીફાઇડ એરીયામાં યોજાયેલ આ કાર્યક્ર્મમાં ખાસ હાજર રહેલ મંત્રી આત્મરામ પરમારે કનેકટ ગુજરાત સાથેની વાતચીત માં જણાવ્યું કે, આજે ૧૫મી ઓગષ્ટની સાંજે ૪ કલાકે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોઇ ખુબ જ આનંદ થાય છે.
વધુ માં તેમણે જણાવ્યું કે યુવાનો વધુમાં વધુ ઓનલાઇન સદસ્યતા વૃધ્ધી અભિયાન થકી ભારતિય જનતા પાર્ટીમાં જોડાય અને આ રાજય અને દેશમાં સેવા કરવાની તક ભાજપાને યુવાનો તરફથી મળી રહે તે આશયથી જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.