શ્રી રંગઅવધૂત દત્ત પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે ભવ્ય ગેટ પર નર્મદાનંદજીની પ્રતિમા સ્થાપન વિધિ યોજવામાં આવી હતી. રંગઅવધૂત દત્ત પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દત્ત પરિવારના સભ્યો જોડાયા  હતા. તો માગસરસુદ પૂનમ દત્ત જયંતિ અનુલક્ષી વિવિધ ધાર્મિકકાર્યક્રમોંનું પણ આયોજન કરાયું હતું.

દત્ત જયંતિ અનુલક્ષીને ઉછાલી ગામની સુશોભન માટે ભવ્ય એન્ટ્રી ગેટ ઉભો કરવામાં આવ્યો છે. જેના મધ્યમાં પૂ.નર્મદાનંદજી મહારાજની પ્રતિમાની સ્થાપન વિધિ યોજવામાં આવી હતી. અને  ગેટ પર પ્રસ્થાપિત થનાર મૂર્તિની ભવ્ય શોભાયાત્રા કમ પાલખી યાત્રા યોજવામાં આવી હતી. નારેશ્વરના નાથના પરમ શિષ્ય પૂ. નર્મદાનંદજી મહારાજ સવારે 6 વાગ્યે પાદુકા પૂજન  કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર ખાતે 11 યજમાનો વડે દત્ત યાગ યોજવામાં આવ્યો હતો. તો ઉમલ્લા દત્ત પરિવાર દ્વારા 52 વખત દત્ત બાવાનીનું પઠન કર્યું હતું. છેલ્લા 9 વર્ષ માં 355 વખત દત્ત બાવાનીનું પઠન કરાયું છે. તો આ પસંગે નિલેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, અને દિલીપસિંહ અટોદરીયા તેમજ દત્ત પરિવાર ઉછાલી દ્વારા તમામ ધાર્મિક પ્રસંગો સફળ બનાવા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here