અંકલેશ્વરઃ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી, મિત્રો સાથે કર્યું વૃક્ષારોપણ

New Update
અંકલેશ્વરઃ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી, મિત્રો સાથે કર્યું વૃક્ષારોપણ

અંકલેશ્વરનાં પત્રકાર જગત સાથે સંકળાયેલા મિત્રો આગામી દિવસોમાં પણ આવી રીતે જ જન્મદિવસ ઉજવશે

પર્યાવરણના હીતમાં અંકલેશ્વરના પત્રકારોએ પોતાના જન્મદીને વૃક્ષ વાવવાનું નક્કી કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ સંકલ્પનાં ભાગરૂપે આજે અંકલેશ્વરનાં પત્રકાર કૌશલભાઈ ગોસ્વામીનો જન્મદિન ઉજવાયો હતો. જે નિમિત્તે અંકલેશ્વર જવાહર ગાર્ડન સામે આવેલા સિનિયર સીટીઝન પાર્કમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ બપોરે 1 થી 1.30 કલાકે અંકલેશ્વરનાં પત્રકા મિત્રોએ ભેગા મળી જન્મ દિવસનાં ઉત્સવને વૃક્ષારોપણ થકી સેલિબ્રેટ કર્યો હતો. પર્યાવરણ પ્રેમી પત્રકારોએ ઉપસ્થિત રહી અલગ અલગ પ્રકારનાં રોપા રોપા રોપી સૌને નવો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન તથા અન્ય પત્રકાર જગત સાથે જોડાયેલા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે અંકલેશ્વરના કોઈ પણ પત્રકારનો જન્મદિન હોય તો તેની પણ આરીતે જ ઉજવણી કરવામાં આવશે. જેના થકી અંકલેશ્વરના તમામ પત્રકારો એક મંચ પર હાજરી આપી શકશે.