Connect Gujarat
Featured

અંકલેશ્વર: ભાજપના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા, જુઓ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે શું કર્યો દાવો

અંકલેશ્વર: ભાજપના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા, જુઓ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે શું કર્યો દાવો
X

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ભાજપના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે આજે સમગ્ર જીલ્લામાં 9 તાલુકા પંચાયત, 4 નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે નગર પાલિકા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ પહોચી તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. આપરા સંગે રાજ્યના સહકાર પ્રધાન અને અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપની પ્રચંડ જીતનો દાવો કર્યો હતો.

ભરૂચની જેમ અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં પણ કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ પક્ષ દ્વારા સંભવિત ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોધાવી હતી. નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના જગતસિંહ વાસદિયાએ પેનલ સાથે ઉમેદવારી નોધાવી હતી.

Next Story