અંકલેશ્વર : રવિદ્રા ગામના મૌલાના ઝાંઝીના નિવાસસ્થાને EDની તપાસ

New Update
અંકલેશ્વર : રવિદ્રા ગામના મૌલાના ઝાંઝીના નિવાસસ્થાને EDની તપાસ

દીલ્હીમાં કોરોના વાયરસના સમયમાં આયોજીત મરકઝનો રેલો ભરૂચ જિલ્લા સુધી આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ ( ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામે આવેલાં મૌલાના ઝાંઝીના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. જો કે મૌલાના ઝાંઝીનું થોડા દિવસ પહેલાં જ કોરોનાથી મૃત્યું થયું છે.

દીલ્હીમાં આવેલી મરકઝમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મરકઝનું આયોજન કરવામાં આવ્યું હતું. મરકઝમાં દેશ તથા વિદેશમાંથી આવેલાં જમાતીઓએ ભાગ લીધો હતો. મરકઝ દરમિયાન અનેક જમાતીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. મરકઝ ખાલી કરી દેવાનો આદેશ હોવા છતાં મરકઝ ખાલી નહિ કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. જમાતના વડા મૌલાના સાદ સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે. હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરોકટોરેટ ( ઇડી)ની ટીમ પણ તપાસ કરી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રવિદ્રા કરમાલી ગામે રહેતા અને જમાત સાથે જોડાયેલા મૌલાના ઝાંઝીને ત્યાં ઇડીની ટીમ તપાસ માટે પહોંચી હતી. મૌલાના ઝાંઝીનું થોડા દિવસો પહેલાં જ કોરોના વાયરસના કારણે મૃત્યુ થઇ ચુકયું છે. ઇડીની ટીમે તેમના પરીવારની પુછપરછ કરી મૌલાનાના ડેથ સર્ટિફીકેટની માંગણી કરી છે. ઇન્તકાલ પામેલાં મૌલાના ઝાંઝી દેવબંધ સાથે પણ સંકળાયેલા હતાં તેમજ ગુજરાત મરકઝના ઇન્ચાર્જ અને વિદેશથી આવતાં ફંડની કામગીરી સંભાળતા હતાં…

Latest Stories