Connect Gujarat
Featured

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાશે

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાશે
X

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી તથા કે.ડી.એ. મહિલા બાળ લાયબ્રેરી તથા અખિલ હિંદ મહિલા પરિષદના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

નિબંધ સ્પર્ધાનો વિષય - મને પ્રભાવિત કરતી પાંચ મહિલાઓ - રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ફક્ત ૧૫ વર્ષથી વધુ ઉંમરની મહિલા સ્પર્ધકો જ ભાગ લઇ શકે છે તેમજ સ્પર્ધકોએ લીટી વાળા કાગળની એક બાજુએ સુવાચ્ય અક્ષરે આશરે ૧૦૦૦ શબ્દોમાં નિબંધ લખી મોકલવાનો રહેશે. જો અક્ષર સુવાચ્ય નહોય તો A4 પેપર પર ટાઇપ કરીને પણ મોકલી શકાશે.નિબંધમાં કોઈની કાવ્ય પંક્તિ અથવા વાક્ય ઉપયોગમા લો તો એનો સંદર્ભ અંગે ફુટનોટ મુકવી જરૂરી છે. તમારો નિબંધ તારીખ 4 માર્ચ 2021 સુધીમાં મોકલી આપવાનો રહેશે. નિબંધ સાથે સ્પર્ધકે નામ, સરનામું, વોટસએપ નંબર તેમજ ઇમેલ એડ્રેસ ફરજિયાતપણે મોકલવાના રહેશે. પ્રથમ વિજેતાને ₹ ૧૫૦૦, દ્વિતીય વિજેતાને ₹ ૧૦૦૦ તથા તૃતીય વિજેતાને ₹ 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. નિબંધ મોકલવા માટેનું સરનામું દક્ષાબેન શાહ, 24 - આર્દશ સોસાયટી, ઓએનજીસી ઓફિસની પાછળ, અંકલેશ્વર રાખવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મોબાઇલ નંબર 9427327617નો સંપર્ક કરવા લાયબ્રેરીની યાદીમાં જણાવાયું છે..

Next Story