Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GIDCની પાયોનિયર કેમિકલ્સ કંપનીમાં આગ : ફાયર ફાઇટર ઘટના સ્થળે

અંકલેશ્વર GIDCની પાયોનિયર કેમિકલ્સ કંપનીમાં આગ : ફાયર ફાઇટર ઘટના સ્થળે
X

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થીત પાયોનિયર કેમિલલ્સ કંપનીમાં અચાનક આગ ભઊકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.

ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વર GIDCમાં આવેલ પાયોનિયર કેમિકલ્સ કંપનીમાં બપોર બાદ એકાએક આગ ભભૂકી ઉઠવાની ઘટનાથી એક સમયે નાસભાગ મચીજવા પામી હતી. આગના પગલે આસપાસની કંપની કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગ લાગવાની જાણ તુરંત અંકલેશ્વર ફાયર વિભાગને કરાતા તાત્કાલીક બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા. જો કે આ આગના પગલે કોઇ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. હાલ આ આગ કેવી રીતે લાગી ? તેમાં કેટલું નૌક્શાન છે તે હજુ જાણી શકાયું નથી.

Next Story