અંકલેશ્વર : જીતાલી ગામના લુહાર ફળિયામાંથી બાઈકની થઈ ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
અંકલેશ્વર : જીતાલી ગામના લુહાર ફળિયામાંથી બાઈકની થઈ ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના લુહાર ફળિયામાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના લુહાર ફળિયામાં રહેતા મહમદ અમિન અબ્દુલ વાહિદ શાહે ગત તા. 14મી ઓક્ટોબરના રોજ પોતાના ઘરની સામે પોતાની બાઇક નં. GJ 16 CC 6599 પાર્ક કરી હતી. તે દરમ્યાન વાહનની ચોરી કરતાં તસ્કરોએ બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે બાઇક ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.