ભરૂચ : અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિકજામ, જુઓ શું છે કારણ

0

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ જતાં સેંકડો વાહનચાલકો ફસાય ગયાં હતાં. નેશનલ હાઇવે પરના વાહનોને ડાયવર્ટ કરવામાં આવતાં તેની સીધી અસર શહેરી વિસ્તારના ટ્રાફિક પર જોવા મળી હતી.

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહયો છે. ભારે વરસાદના કારણે ભરૂચ અને સુરત વચ્ચે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે. વરસતા વરસાદ અને ટ્રાફિકજામના કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે. હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવા વાહનોને ઓએનજીસીવાળા રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાઇવે પરના વાહનોના કારણે આ રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો છે. મહાવીર ટર્નિંગ પાસે વાહનોની કતાર લાગી ગઇ હતી.

હાઇવે પરથી આવેલાં વાહનોના કારણે સ્થાનિક વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલાએ દોડી આવી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here