અંકલેશ્વરઃ પી.પી.સવાણી સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અંકલેશ્વરઃ પી.પી.સવાણી સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી
New Update

શાળાના બાળકોએ માતા-પિતાના ચરણ ધોઈ તિલક કરી તેમને બે વચન આપ્યા હતા

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલમાં આજે ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમાના દિવસ નિમિત્તે શાળાના મેનેજીંડ ડીરેકટર મનિષ વઘાસિયા દ્વારા બાળકોને ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના બાળકોએ માતા-પિતાના ચરણ ધોઈ તિલક કરી તેમને બે વચન આપવા જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ પાસે આ તબક્કે લેવડાવેલા વચનોમાં પહેલુ વચન હું કયારેય ખોટું નહીં બોલુ અને માતા પિતાને દુઃખ થાય તેવુ કોઈ કાર્ય નહીં કરૂ. બીજું વચન હું દરરોજ માતા પિતા સાથે અડધો કલાકનો સમય વ્યતિત કરીશ તેમ જણાવ્યું હતું. સવારે પ્રાર્થના પૂર્ણ થયા બાદ હવનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનસી ગ્રુપ ઓફ એજયુકેશન ટ્રસ્ટના સવાણી મોનાર્ક, શાળાના એમ.ડી. મનિષ વઘાસિયા, ડાયરેટર અજયભાઈ, અશ્વિનભાઈ , ગુજરાતી માધ્યમના આચાર્ય રમેશગીરી ગોસ્વામી, અંગ્રેજી માધ્યમના આચાર્ય વૈભવ અગ્રવાલ, વિદ્યાર્થીઓ તેમજ બિન શૈક્ષણીક સંસ્થાના સ્ટાફ દ્વારા પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ અવે ગુરૂદેવો ભવના શ્લોક બોલી હવનમાં આહૂતિ આપી હતી. આમા પી.પી.સવાણી સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

#Connect Gujarat #Ankleshwar #News #Gujarati News #ભરૂચ #Beyond Just News #Guru Purnima #P P Savani
Here are a few more articles:
Read the Next Article