Connect Gujarat
Featured

અંકલેશ્વર : સેવાભાવી સંસ્થાની બહેનોએ પોલીસ કર્મીઓને બાંધી રાખડી

અંકલેશ્વર : સેવાભાવી સંસ્થાની બહેનોએ પોલીસ કર્મીઓને બાંધી રાખડી
X

અંકલેશ્વરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હતી. નોટીફાઇડના મહિલા મોરચાની બહેનોએ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને રાખડી બાંધી હતી.

અંકલેશ્વર નોટીફાઇડના મહિલા મોરચાની બહેનોએ રક્ષાબંધન પર્વની ઉજવણી પોલીસ કર્મચારીઓ સાથે કરી હતી. મહિલા મોરચાની બહેનો જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓના હાથે રાખડી બાંધી તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. કોરોનાના કપરા સમયમાં ફરજ બજાવી લોકોનું રક્ષણ કરી રહેલાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરીવારજનોની સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Next Story