અંકલેશ્વર : યોગી એસ્ટેટની પાછળ રમાતો હતો જુગાર, જુઓ પછી શું થયું

New Update
અંકલેશ્વર : યોગી એસ્ટેટની પાછળ રમાતો હતો જુગાર, જુઓ પછી શું થયું

ભરૂચ શહેર તથા જિલ્લામાં દારુ તથા જુગારની પ્રવૃતિને કડક હાથે ડામી દેવા પોલીસે કાર્યવાહીને સઘન બનાવી છે જેના ભાગરૂપે અંકલેશ્વરના યોગી એસ્ટેટના પાછળના ભાગે જુગાર રમી રહેલાં 6 ખેલીઓને 91 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે કેટલાક ઇસમો યોગી એસ્ટેટ ના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં બાવડની આડમાં જુગાર રમી રહયાં છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જેમાં પત્તાપાનાથી પૈસાનો જુગાર રમી રહેલાં છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. તેમની પાસેથી 12 હજાર રૂપિયા રોકડા તેમજ સાત મોબાઇલ અને બે બાઇક મળી કુલ 91 હજાર રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે. તમામ જુગારીયાઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories