/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/6c250af1-fe20-452f-b6fa-f9fba8dfb693.jpg)
અંકલેશ્વર અંકલેશ્વરના નક્ષત્ર બંગ્લોઝ ખાતે રહેતા તબીબ યુવાને લગ્નના ત્રણ દિવસ પહેલાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.
માંગરોળ તાલુકાના વાંકલ ગામનો યુવાન તેના ભાઇ સાથે દોઢ વર્ષથી અંકલેશ્વરમાં સ્થાયી થયો હતો. આશાસ્પદ યુવાનના મોત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.પોલીસે હજી વધુ તપાસ કરી રહી છે.મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ વતી અને હાલ અંકલેશ્વરના નક્ષત્ર બંગ્લોઝના મકાન નંબર-૧૫મા રહેતા ૩૦ વર્ષીય ડૉ. સુહાગ રામસિંહ વશી અંબિકાનગર ખાતે ક્લિનક ચલાવે છે. શુક્રવારના રોજ સવારે તે પોતાના ભાઇ વિરાજને ન્હાવા જઉ છું તેમ કહી ઉપરના માળે આવેલા રૂમમાં ગયાં હતાં.
જયાં તેણે પંખા સાથે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. વિરાજ પોતાના ભાઇ સુહાગને ચા પીવા બોલાવવા માટે તેના રૂમ પાસે ગયો હતો પણ દરવાજો અંદરથી બંધ હોવાથી તેને કઇ અજુતગુ બન્યું હોવાનું લાગ્યું હતું. તેણે લાત મારીને દરવાજો તોડી નાંખ્યો હતો અને રૂમની અંદર જઇને જોતાં સુહાગ પંખા સાથે લટકી રહયો હતો. પોલીસે સ્થળ પર દોડી આવી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે પોલીસ હજી તપાસ ચલાવી રહી છે.
સુહાગ રામસિંહ વશીએ લગ્ન પહેલાં જ અચાનક આપઘાત કરતા પરિવાર પણ સ્તબ્ધ બની ગયો છે.મૃતક તબીબને એક યુવતી દ્વારા લગ્ન બાબતે છેલ્લા કેટલાક વખતથી દબાણ કરી રહી હતી. સુહાગ અન્ય યુવતી સાથે લગ્ન કરી રહયો હોવાની જાણ થતાં તે યુવતીની કનડગત વધી હતી. શુક્રવારે તે યુવતીએ સોશિયલ મીડીયામાં આપત્તિજનક પોસ્ટ મુકતાં સુહાગને લાગી આવતાં તેણે જીવાદોરી ટુંકાવી હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે.