/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/24103845/ddff.jpg)
બાહ્ય દિલ્હીના
નરેલામાં ફૂટવેર ફેક્ટરીમાં આગ લાગી. આગને કારણે બે ફેકટરીઓ આગની લપેટમાં આવી. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની 36 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. ફેક્ટરીમાં રાખેલ સિલિન્ડર
બ્લાસ્ટ થયો હતો, જેમાં એક ફાયર કર્મી ઘાયલ થયો હતો. આ સિવાય નરેલાની બીજી
ફેક્ટરીમાં પણ આગ લાગી છે.
બંને ફેક્ટરીમાં
લાગેલ આગને ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. જેમાં
ત્રણ થી વધુ ફાયર કર્મીઓ ઘાયલ થવાના સમાચાર સાંપડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈ હજુ
જાનહાનિની ખબર નથી. અને ફેક્ટરીમાં કોઈ ફસાવની પણ જાણકારી નથી. ફસાયેલા તમામ
લોકોને ફાયર કર્મીઓ દ્વારા સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ આગ ઉપર પણ
કાબૂ મેળવી લેવાયો છે.
આ પહેલા રવિવારે
રાત્રે દિલ્હીના કિરાડીમાં કપડાના વેરહાઉસમાં આગ લાગી હતી. જેમાં નવ જેટલા લોકોનાં
મોત નીપજ્યાં હતાં. આ વેરહાઉસ
ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર હતું.