Connect Gujarat
Featured

અરવલ્લી : ટ્રક સાથે અકસ્માત બાદ એસટીના ડ્રાયવરે કર્યું એવું કૃત્ય કે તમે પણ ફીટકાર વરસાવસો

અરવલ્લી : ટ્રક સાથે અકસ્માત બાદ એસટીના ડ્રાયવરે કર્યું એવું કૃત્ય કે તમે પણ ફીટકાર વરસાવસો
X

અરવલ્લી જિલ્લાના માલપુર બસ ડેપો પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બસનો ડ્રાયવર ડેપોના કેન્ટીનમાં મિઠાઇ ખાતો જોવા મળતાં લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના માલપુર બસ ડેપો પાસે અકસ્માત બાદ બસના ડ્રાયવરનું શરમજનક કૃત્ય બહાર આવ્યું છે. બનાવની વાત કરવામાં આવે તો દાહોદથી ડીસા જઇ રહેલી એસટી બસને ડેપો નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો. ટ્રકના ડ્રાયવરની સમય સુચકતાથી બસમાં સવાર 14 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પરંતુ બસને નુકશાન થયું હતું. બસનો ડ્રાયવર નશામાં હોવાનો આક્ષેપ પણ મુસાફરોએ કર્યો હતો. અકસ્માત બાદ એસટી બસનો ડ્રાયવર સીધો ડેપોમાં આવેલી કેન્ટીનમાં પહોંચી ગયો હતો અને ત્યાં મિઠાઇ ખાઇ રહયો હતો. ડ્રાયવરને મિઠાઇ ખાતો જોઇ મુસાફરો રોષે ભરાયાં હતાં. કોઇ વ્યકતિએ ડ્રાયવરનો વિડીયો ઉતારી વાયરલ કરી દીધો હતો.

Next Story