ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ શાળાઓ બાળકોના કલરવથી ગૂંજી ઉઠી છે, જો કે બાલમંદિર તેમજ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવા કેટલાક બાળકો ખચકાતા હોય છે ત્યારે આવા બાળકોને આવકારવા માટે અરવલ્લીના ધનસુરા તાલુકાની હીરાપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાએ નવતર અભિગમ અપનાવ્યો હતો. ધનસુરાના હીરાપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા સંગીતાબહેન સોની એ બાળકોને નજીકની હૉટેલમાં લઇ જઇને ભોજન કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

હાલ શાળાઓનું વેકેશન પૂર્ણ થઇ ચૂક્યું છે અને વાલીઓ તેમના બાળકોને શાળામાં મુકવા માટે પહોંચી રહ્યા છે. પણ કેટલાક બાળકો પ્રથમવાર શાળાએ ન જવા માટે જીદ કરતા બાળકોને ખુશીથી આવકારવ૨ માટે હીરાપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાએ શાળાના બાળકોને હૉટેલમાં લઇ ગયા હતા જ્યાં તેમને ભોજન કરાવ્યું હતું. જ્યારે બાળક શાળાએ ન જવા માટે જીદ કરીને તકરાર કરે છે ત્યારે તેમને પ્રેમથી સમજાવીને શિક્ષિકાએ બાળકોનો જે કોઇ ડર હોય છે તે દૂર કર્યો હતો. શિક્ષિકાની આ પ્રકારની પહેલથી બાળકોનો ભણતર પ્રત્યે રૂચિ વધી છે અને અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. શિક્ષિકા દ્વારા કરાયેલી પ્રવૃત્તિને વાલીઓએ પણ આવકાર્યો હતો.

LEAVE A REPLY