Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : હૈદરાબાદ દુષ્કર્મ-હત્યા મામલે વિરોધ પ્રદર્શન, મહિલાઓએ યોજી કેન્ડલ માર્ચ

અરવલ્લી : હૈદરાબાદ દુષ્કર્મ-હત્યા મામલે વિરોધ પ્રદર્શન, મહિલાઓએ યોજી કેન્ડલ માર્ચ
X

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને બાદમાં કરવામાં આવેલી

હત્યાના મામલે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ

પીડિતાને ન્યાય મળે તે હેતુથી ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે. અરવલ્લી

જિલ્લાના તમામ તાલુકાઓમાં ન્યાય માટે સભાઓ તેમજ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી

રહ્યું છે. મોડાસામાં અગમ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ દ્વારા કેન્ડલ માર્ચનું

આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ

તેમજ બાળકો દ્વારા પીડિતાને ન્યાય માટે સરકારને અપીલ કરવામાં આવી હતી.

ડૉક્ટર પ્રિયંકા રાતે ઘરે જઈ રહી હતી અને તેની સ્કૂટી અધવચ્ચે બગડી

જતા તેણે અજાણ્યા લોકોની મદદ લીધી હતી. નરાધમોએ તેનો ગેરલાભ લઈને તેની સાથે નિર્દય

વર્તન કર્યું હતું. જોકે આ અગાઉ તેણે તેની બહેન સાથે

ફોન પર વાત કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો તેને ડરાવી રહ્યા છે. આ ઘટના બાદ

સમગ્ર દેશમાંથી ન્યાયની પોકાર ઉઠી છે. મનુષ્યના રૂપમાં

આ સૌથી મોટા શૈતાન છે. નિર્ભયા અને પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા ટોર્ચર, દુ:ખ અને બાદમાં મૃત્યુથી આપણે જ હવે એક થઈ આવા કૃત્યોનો અંત આણવા માટે ભેગા થવું જોઈએ. અન્ય કોઈ દીકરી કે પરિવાર આવી પરિસ્થિતીમાંથી ફરી પસાર થાય તે પહેલાં આપણી વચ્ચે રહેતાં આવા શૈતાનનો નાશ કરવો જોઈએ.

Next Story