Connect Gujarat
Featured

બનાસકાંઠા : ખેમાણા ટોલનાકા પાસેથી કારમાં હેરાફેરી કરાતો 1.53 કરોડ રૂા.નો ચરસનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા : ખેમાણા ટોલનાકા પાસેથી કારમાં હેરાફેરી કરાતો 1.53 કરોડ રૂા.નો ચરસનો જથ્થો ઝડપાયો
X

ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસેથી કારમાંથી 1 કરોડ 53 લાખનું ચરસનો જથ્થો ઝડપી પાડયો છે.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસ ઘુસાડવામાં આવતુ હોવાનું રેકેટ ચલાવવામાં આવતુ હોવાની ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસને બાતમી મળી હતી . જેના આધારે એટીએસ અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક વેગનાર કાર ઉપર શંકા જતા કારની તલાશી લેવામાં આવી હતી. કારમાંથી ૧૬.૭૫૩ કિલો ગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ૧ કરોડ ૫૩ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લેવાયાં હતાં. પોલીસે મુંબઈ માહિમ વિસ્તારમાં લોહાર ચાલી ખાતે રહેતા હકીમ અજીમ બેગ (ઉ.વ. ૩૧) અને ઔરંગાબાદ હરસુલ જહાંગીર કોલોની ખાતે રહેતા સમીર અહેમદ શેખની ધરપકડ કરી છે. આ ચરસ ક્યાથી લાવવામાં આવ્યુ હતુ.અને કોને આપવાનું હતુ.તેમજ આ આરોપીઓ કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story