અરવલ્લી જિલ્લાના બાયડમાં પાટીદાર સમાજના જુદા જુદા અગ્રણીઓનું સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ૪૦૦ થી વધુ પાટીદાર આગેવાનો જોડાયા હતા. આગામી ડિસેમ્બર મહિનામાં ઊંઝા ખાતે પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના સંસ્થાન ખાતે 18 થી ૨૨ ડીસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થવાનું છે, ત્યારે મહાયજ્ઞની તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે મહાસંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા.

ઊંઝા ખાતે યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞની તૈયારી માટે ઊંઝા ઉમિયા મંદિરના હોદ્દેદારો, સાઠંબા ૪૨ કડવા પાટીદાર સમાજ, શ્રી મોડાસીયા સમાજ, ૧૨૫ કડવા પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ પાટીદાર આગેવાનો સંમેલનમાં જોડાયા હતા.

LEAVE A REPLY