/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Bharuch18.jpg)
નગર પાલિકા તંત્ર દ્વારા ઠેક ઠેકાણે કરવામાં આવેલા ખોદકામનો શહેરીજનો ભોગ બની રહ્યા છે
ભરૂચ શહેરમાં નગર પાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ રસ્તાનાં કામોમાં થયેલી બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે ગત રોજ ગાંધી બજર વિસ્તારમાં વદુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં રસ્તામાં કરવામાં આવેલું ખોદકામ એક બાઈક ચાલક માટે જીવલેણ સાબિત થતાં માંડ બચ્યું હતું. પાણીથી ભરેલા મસ મોટા ખાડામાં બાઈક સાથે યુવાન ગકરાવ થઈ જતાં નજીકમાં રહેલાં લોકોમાં દોડધામ મચી હતી. જોકે સદ નશીબે યુવકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ પાલિકા સામે સ્થાનિક લોકો રોષ ઠાલવી રહ્યા હતા.
ભરૂચ શહેર અને જિલ્લામાં ગત રોજ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે માર્ગો ઉપર ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગા હતા. જેમાં ગાંધી બજાર વિસ્તારમાં એક યુવક મોટર સાઈકલ ઉપર જઈ રહ્યો હતો. તેવામાં બાઇક સાથે ગટરમાં ગરકાવ થઈ જતાં દોડધામ મચી હતી. ઘટના જોઈ સ્થાનિક લોકોએ દોડી આવી બાઈકચાલકને બહાર કાઢ્યો હતો. જેથી સદનશીબે પાણીમાં બાઈક તો જતી રહી પણ બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
શહેરમાં વરસાદી પાણીના લીધે ખાડાઓ અને મસમોટા ભૂવાઓ રોડની વચ્ચે પડી જવા પામ્યા છે. ખુલ્લી ગટરો પણ ભરૂચ નગરપાલિકાએ લોકોને આફતમાં પાડવા માટે રાખી હોય તેવું જણાઈ રહ્યું છે. ખુલ્લી ગટરો એ બીજુ કંઈ નહીં પણ પાલિકાના અંધેર વહીવટના કારણે વાહનચાલકો અને રાહદારીને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે પાલિકા તંત્ર શહેરમાં ઠેર ઠેર પડેલા આવા ખાડાઓ અને ખુલ્લી ગટરો સંદર્ભે શું કામગીરી કરી છે.