Connect Gujarat
સમાચાર

ભરૂચ : મધ્યપ્રદેશથી 12 બાઇક સવારો નીકળ્યાં નર્મદા મૈયાની પરિક્રમાએ, જુઓ કયાં કરાયું તેમનું સ્વાગત

ભરૂચ : મધ્યપ્રદેશથી 12 બાઇક સવારો નીકળ્યાં નર્મદા મૈયાની પરિક્રમાએ, જુઓ કયાં કરાયું તેમનું સ્વાગત
X

પાવન સલિલા મા નર્મદાને શુધ્ધ રાખવા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે મધ્યપ્રદેશથી બાઇક પર નીકળેલાં પરિક્રમાવાસીઓનું નવેઠા ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના રાષ્ટ્રીય સંયોજક ઉપેન્દ્રબાબા તેમની 12 સભ્યોની ટીમ સાથે બાઇક પર નર્મદા મૈયાની પરિક્રમાએ નીકળ્યાં છે.પરિક્રમાનો તેમનો મુખ્ય ઉદ્દેશ પાવન સલિલા માં નર્મદા શુદ્ધિકરણ, પર્યાવરણ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને જનજાગૃતિ અભિયાનનો છે. મધ્યપ્રદેશથી નર્મદા મૈયાની પરિક્રમાએ નીકળેલાં પરિક્રમાવાસીઓ નવેઠા ગામે પહોંચતાં તેમનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મા મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના ધનજીભાઇ પરમાર સહિત અન્ય આગેવાનો હાજર રહયાં હતાં. અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના રાષ્ટ્રીય કન્વીનર ઉપેન્દ્ર બાબા હોલકર દ્વારા ૧૧મી વખત મોટરસાયકલ પર પરિક્રમાએ નીકળ્યાં છે. રસ્તામાં આવતા ગામડાંઓમાં રાત્રે બેઠક યોજી ગામ લોકોને નર્મદા નદીને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

Next Story