ભરૂચ- અંકલેશ્વરમાં 72માં સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી

New Update
ભરૂચ- અંકલેશ્વરમાં 72માં સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી

સરકારી કચેરીઓ-શાળા-કોલેજો અને પોલીસ મથકોમાં કરવામાં આવ્યું ધ્વજવંદન

ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ વહેલી સવારથી જ દેશભક્તિનાં માહોલ સાથે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં 72માં સ્વાતંત્ર પરવ્ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં માર્ગો ઉપર ઠેક ઠેકાણે કેટલીક શાળાઓનાં વિદ્યાર્થીઓ ઢોલ નગારા અને બેનર્સ સાથે દેશભક્તિનાં નારા લગાવી રેલીમાં પણ જોડાયા હતા. આજરોજ આખે ભરૂચ જિલ્લા દેશભક્તિનાં રંગે રંગાયો હતો.

અંકલેશ્વર શહેરી વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તારની શાળાઓ તેમજ પોલીસ મથકોમાં અધિકારીઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યા હતા. તો શહેરની વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories