Connect Gujarat
Featured

ભરૂચ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર.પાટીલની શહેરમાં પ્રથમ જાહેરસભા, BTP અને AIMIM પર કર્યા વાકપ્રહાર

ભરૂચ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર.પાટીલની શહેરમાં પ્રથમ જાહેરસભા, BTP અને AIMIM  પર કર્યા વાકપ્રહાર
X

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યાં બાદ સી.આર.પાટીલ શનિવારના રોજ પ્રથમ વખત ભરૂચ ખાતે આવ્યા હતા. ઝાડેશ્વર સ્થિત સાંઇ મંદિરથી ભવ્ય રોડ-શો યોજી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તેમણે જાહેર સભાને સંબોધિત કરી હતી. ભરૂચમાં 28મીના રોજ 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે મતદાન થવા જઇ રહયું છે.

ત્યારે ભાજપે તેમના પ્રદેશ અધ્યક્ષને મેદાનમાં ઉતારી સ્વાયતની સંસ્થાઓ પર કબજો કરવા માટે છેલ્લી ઘડીનું જોર લગાવી દીધું છે. ભરૂચ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપને અપક્ષો ટકકર આપી રહયાં હોવાથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. જોકે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધતા તેમણે કોંગ્રેસ, BTP અને AIMIM પર વાકપ્રહારો કરી પોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરોનો પાનો ચઢાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ ચૂંટણીમાં BTP અને AIMIMએ ભલે ગઠબંધન કર્યું હોય, પરંતુ BTPના હવે વળતા પાણી છે અને ઓવૈશીને પણ વિલા મોઢે પાછો ફરવાનો વારો આવશે. તો સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન BTPની એક પણ સીટ હવે આવશે નહીં તેવું પણ જણાવ્યુ હતું.

Next Story