આર્યુવેદિક તબીબોને ઓપરેશનની છુટ અપાતાં એલોપેથી તબીબો નારાજ થઇ ગયાં છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના નેજા હેઠળ ખીચડી મેડીકલ પ્રથાનો વિરોધ કરાય રહયો છે. ભરૂચમાં બુધવારના રોજ એલોપેથી તબીબોએ વિરોધ કાર્યક્રમ આપ્યો હતો.
ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ખીચડી મેડીકલ પ્રથાનો વિરોધ કરાઈ રહ્યો છે. આયુર્વેદિક ડોકટરોને ઓપરેશન કરવાની છુટછાટ આપતા કાયદા અંગે ઈન્ડિયન મેડીકલ એસોસીએશન વિરોધ નોંધાવી રહયું છે. આઇએમએની ભરૂચ શાખાના નેજા હેઠળ બુધવારના રોજ પ્રમુખ ડો.દુષ્યત વરિયાની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળો પર તબીબોએ પાંચ - પાંચની સંખ્યામાં ઉભા રહી શાંતિપુર્વક વિરોધ પ્રદર્શન કરી અને લોકજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજ્યો હતો . આગામી તા.11મી ડિસેમ્બર રોજ તમામ એલોપેથી ડોકટર્સ સવારના ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી નોન કોવિડ , નોન ઈમરજન્સી સારવારથી દુર રહીને વિરોધ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે..