Connect Gujarat
Featured

ભરૂચ: એક એવો વિસ્તાર કે જ્યાં આઝાદી બાદ સૌ પ્રથમ વખત મતદાન મથક ઊભું કરાયું,વાંચો ક્યાં

ભરૂચ: એક એવો વિસ્તાર કે જ્યાં આઝાદી બાદ સૌ પ્રથમ વખત મતદાન મથક ઊભું કરાયું,વાંચો ક્યાં
X

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટ ખાતે મતદાન મથકની સુવિધા નહિ હોવાથી છેલ્લા 50 કરતાં વધુ વર્ષથી 200 જેટલા મતદારો નાવડીમાં 15 કીમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરવા માટે જઇ રહયાં હતા આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે પણ મત આપવા માટે વાગરાના કલાદરા ગામ જવું પડે છે. સવારે 10 વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતાં બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી નથી. મત આપીને પાછું આવવું હોય તો સાંજે 5 વાગ્યે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા 80 કીમી જેટલો ફેરો પડે.ગત વિધાનસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા આલિયાબેટના રહીશો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આલિયાબેટથી હાંસોટ થઈ ભરૂચ અને વાગરા ખાતે મતદારોને લઈ જવામાં આવ્યા હતા.

આલિયાબેટ પર મતદાન મથક ફાળવવાની વારંવારની રજૂઆત બાદ આલિયાબેટના ૨૦૪ જેટલા મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધા ઉભી કરીને લોકતંત્રને મજબૂત કરવા માટે નમૂનારૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા આલિયાબેટ ખાતે મતદાન માટેનું બૂથ ફાળવવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારો આલિયાબેટ ખાતે જ મતદાન કરી શકશે. આઝાદી બાદ સૌ પ્રથમ વખત આલિયાબેટ ખાતે મતદાન મથક ફાળવાતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Next Story