Connect Gujarat
Featured

ભરૂચ: ગુજરાતના રાજકારણમાં અસૂદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી, ભરૂચમાં રવિવારે સંબોધશે જાહેર સભા

ભરૂચ: ગુજરાતના રાજકારણમાં અસૂદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી, ભરૂચમાં રવિવારે સંબોધશે જાહેર સભા
X

ગુજરાતના રાજકારણમાં અસૂદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી થવા જઈ રહી છે. રવિવાર તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ AIMIM અને BTPની યોજાનાર સંયુક્ત જાહેરસભામાં અસૂદ્દીન ઓવૈસી સંબોધન કરશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ માટે કવાયત શરૂ કરી છે તો બીજી તરફ AIMIMના અધ્યક્ષ અસૂદ્દીન ઓવૈસીની ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ રહી છે. AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા તારીખ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાશે જેમાં અસૂદ્દીન ઓવૈસી સંબોધન કરશે જેમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા પણ ઉપસ્થિત રહેશે અને જાહેરસભા સંબોધશે.

AIMIMની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. AIMIM અને BTP પહેલા જ જાહેર કરી ચૂક્યું છે કે બન્ને પાર્ટી ભરૂચ ઉપરાંત અમદાવાદ સાહિના જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડશે ત્યારે અસૂદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસથી બન્ને પક્ષને કેટલો ફાયદો થાય છે એ તો આવનાર સમય જ બતાવશે. ભરૂચમાં કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અસૂદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ પર એક નજર કરીયે તો તેઓનું તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે,સુરતમાં રાત્રિ રોકાણ બાદ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચમાં જાહેર સભા ત્યાર બાદ અમદાવાદ જવા રવાના અને સનાજે 6 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમનો કાર્યક્રમ યોજાયા બાદ હૈદરાબાદ જવા રવાના થશે.

Next Story