Top
Connect Gujarat

ભરૂચ: BAPS મંદિર દ્વારા સેવા કાર્ય, વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા

ભરૂચ: BAPS મંદિર દ્વારા સેવા કાર્ય,  વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા
X

બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર, વેલકેર હોસ્પિટલ માં કોવિડ હેલ્થ સેન્ટરમાં 17 જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટરના મશીન કોરોના દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવ્યા.

આ સેવાકાર્યમાં, ઝાડેશ્વર ભરૂચ મંદિરના કોઠારી સંત પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીના શુભ હસ્તે પૂજન કરાયેલા આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આ વિવિધ હોસ્પિટલમાં જઈને, આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મુખ્ય ડોક્ટરોની ઉપસ્થિતિમાં, બીએપીએસના સ્વયંસેવકો દ્વારા અર્પણ કરાયા.

Next Story
Share it