New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-197.jpg)
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર પસારના ભાગ રૂપે ભરૂચ ૨૨ લોકસભા વિસ્તારમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી.
ભરૂચ શહેરના વિવિધ સ્થળોએ ફરી મતદારોને રિઝવા માટે નો છેલ્લા તબક્કાનો પ્રયાસ દરેક ઉમેદવાર કરી રહ્યા છે. ગતરોજ પણ છોટુભાઈ વસાવાએ જંગી રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
ત્યારે બીજી બાજુ આજરોજ મનસુખ વસાવા પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરતાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે ભરૂચના વિવિધ સ્થળો પર બાઇક રેલી યોજી હતી. આ બાઇક રેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી નીકળી શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી. ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા દિવ્યેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Related Articles
Latest Stories