New Update
ભરૂચ શિવ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ કલબ ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે આચારજીની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે ત્યારે લાયન્સ કલબ ઓફ ભરૂચ તથા શિવ સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શહેરની આચારજીની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોઈ અકસ્માત કે કોઈ મોટી હોનારત થાય છે અને રકતની જરૂર પડતી હોય છે ત્યારે રકતનું મહત્વ સમજાય છે. અમુક કિસ્સાઓમાં લોહી નહિ મળવાના કારણે દર્દીના મૃત્યુના પણ થતાં હોય છે. આવા સંજોગોમાં દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તે માટે યુવાનોએ અનુકરણીય કાર્ય કર્યું હતું. રકતદાન શિબિર દરમિયાન 50 જેટલી બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.
Latest Stories