ભરૂચ : છડીનોમની ઉજવણી : છડીઓને જોવા ઉમટયું માનવ મહેરામણ

0

સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ભરૂચ ખાતે સાતમથી દશમ સુધી મેઘરાજાનો મેળો ભરાઇ છે.  શ્રાવણ વદ નોમના દિવસને છડી નોમ તરીકે ઉજવવામાં આવે છે.  માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો મેઘરાજા તથા છડીઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે.  આ મેઘમેળામાં સાતમ, આંઠમના દિવસે ઘોઘારાવ મહારાજના દર્શનની સાથે ભોઇ સમાજના યુવાનો દ્વારા લોખંડની સાંકળ રમવાનો અનેરો મહીમા વણાયેલ છે.નોમ એટલે કે શ્રાવણ વદ નોમના દિને ભરૂચના ખારવા,ભોઇ તેમજ વાલ્મિકિ સમાજ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ થી છડી કાઢવામાં આવે છે અને તેને યુવાનો દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફેરવી વિવિધ રીતે નચાવવામાં આવે છે.

આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા વાંસને ત્રણે  સમાજના અગ્રણી યુવાનો શરીરના વિવિધ અંગો પર રાખી તેને નચાવવામાં  આવે છે.ત્રણે છડી અલગ-અલગ સ્થળેથી નીકળી ઢોલ-નગારાનાના નાદ સાથે એકમેકને ભેટે છે ત્યારે શ્રધ્ધાળુઓની શ્રધ્ધામાં બેવડો વધારો થાય છે. અને જય ઘોઘાવીર,જય મેઘરાજ અને જય છડીમાતાના નાંદ થી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠે છે.એક માન્યતા પ્રમાણે છડી જયારે રોડ પરથી પસાર થાય છે ત્યારે લોકો શ્રધ્ધાભેર નીચે જમીન પર બેસી જાય છે. આમ કરવાથી સ્વાસ્થય સારૂ રહેતું હોવાની માન્યતા છે. અને છડી તેમના પરથી પસાર થઇ જાય છે.છડી તેમના ઉપરથી પસાર થયે માતાજીના આશીષ મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here