Connect Gujarat
Featured

ભરૂચ: રાષ્ટ્રીય ધોરીમાર્ગની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કરાતી હતી કેમિકલની ચોરી, પોલીસની એન્ટ્રી થતાં શું થયું, વાંચો

ભરૂચ: રાષ્ટ્રીય ધોરીમાર્ગની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કરાતી હતી કેમિકલની ચોરી, પોલીસની એન્ટ્રી થતાં શું થયું, વાંચો
X

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વડદલા નજીકની હોટલના પાર્કિંગ માથી થતાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી રૂપિયા 11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભરૂચની નર્મદા વેલી ફટીલાઇઝર્સ એંડ કેમિકલ લિમિટેડ કંપની GNFCમાંથી ઇથાઈલ એસીટેટ કેમિકલનો 9.445 મેટ્રિક ટન જથ્થો ટેન્કર નંબર-જી.જે.06.યુ.8177નો ચાલક કમલેશકુમાર રાજકુમાર બિંદ પાદરાના લુનાગામ ખાતે આવેલ અમોલી ઓર્ગેનિક્સ કંપનીમાં જવા રવાના થયો હતો. તે દરમિયાન ટેન્કર ચાલક વડદલા ગામની સામે આવેલ પાર્કિંગમાં ટેન્કર લઈ ગયો હતો અને સીલ તોડી ચાર કારબામાં 20-20 લિટર કેમિકલ સગેવગે કરતાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે તેને ઝડપી પાડ્યો હતો .

પોલીસે ચાર કારબા ભરેલ કેમિકલ અને એક મોબાઈલ ફોન તેમજ 5 લાખનું ટેન્કર સહિત કુલ 11.98 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સુરમિયા સોસાયટીમાં રહેતા ટેન્કર ચાલક કમલેશકુમાર બિંદની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Next Story