Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કેમિકલવાળા કલરો નોંતરી શકે છે બિમારી, જુઓ ડર્મેટોલોજીસ્ટ શું કહે છે

ભરૂચ : કેમિકલવાળા કલરો નોંતરી શકે છે બિમારી, જુઓ ડર્મેટોલોજીસ્ટ શું કહે છે
X

ધુળેટીના

પર્વમાં કેમિકલવાળા કલરોના ઉપયોગથી ચામડીના રોગો થવાની શકયતા રહેલી છે.

રંગોના

પર્વની ઉજવણી માટે આપ સૌએ કલર તથા પિચકારીઓની ખરીદી કરી લીધી હશે. ધુળેટી પર્વની

ઉજવણીમાં કેમિકલવાળા રંગોના ઉપયોગથી તમારી ચામડીને નુકશાન થઇ શકે છે. ભરૂચના

ડર્મેટોલોજીસ્ટ ડૉ. ભાવિન સુરતીએ જણાવ્યું છે કે, કેમિકલવાળા કલરના કારણે ઘણી વખત ચામડીમાં

ઇન્ફેકશન આવે છે અને તેના કારણે ચામડી કાળી પડવી અથવા ચામડી ઉખડી જવાની સમસ્યા

જોવા મળે છે. ધુળેટી ઉજવવા માટે ગુલાલ અથવા કેસુડાના ફૂલના પાણીનો ઉપયોગ કરવો હિતાવહ

છે. હાલમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે ત્યારે વધુ સંખ્યામાં લોકોને એકત્ર ન

થવા તથા સાવચેતીના પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે.

Next Story