Connect Gujarat
Featured

ભરૂચ: શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલને ન.પા.ની. ટિકિટ મળતા પદ પરથી આપ્યું રાજીનામું, ક્યાં ગયા ભાજપના નિયમો ?

ભરૂચ: શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલને ન.પા.ની. ટિકિટ મળતા પદ પરથી આપ્યું રાજીનામું, ક્યાં ગયા ભાજપના નિયમો ?
X

ભરૂચ શહેર ભાજપના પ્રમુખ ધનજી ગોહિલને નગર સેવા સદનના વોર્ડ નંબર 8માંથી ટિકિટ મળતા તેઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે ત્યારે ભાજપે બનાવેલા નિયમો માત્ર કેટલાક આગેવાનો અને કાર્યકરોને લાગુ પડતાં હોવાનું લાગી રહ્યું છે.

શિસ્ત,સંયમ અને અનુસાશન માટે ઓળખાતી ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરો અને આગેવાનો માટે કેટલાક નિયમો બનાવ્યા છે પરંતુ આ નિયમો માત્ર કેટલાક આગેવાનો તેમજ કાર્યકરોને લાગુ પડતાં હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર 8માઠી વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલને ટિકિટ આપી હતી ત્યારે ધનજી ગોહિલે ડહાપણ બતાવી તેમના શહેર ભાજપ પ્રમુખના પદ પરથી રાજીનામું આપ્યું છે અને આ અંગેનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાને મોકલાવ્યો છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે "પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા અનુસાર જે કાર્યકર્તા પદાધિકારીને પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તો સંગઠનમાંથી રાજીનામું આપવું" આથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત યાદ કરીયે તો તેઓએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોઈ પણ પદાધિકારી કે તેમના પરિવારજનોને ટિકિટ નહીં મળે એમ છતા શહેર ભાજપ પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે અને બાદમાં તેઓએ રાજીનામું આપ્યું છે.આ અંગે ધનજી ગોહિલને કનેક્ટ ગુજરાતે પૂછતા તેઓએ ઘણી જ શિફતાઇથી જવાબ આપ્યો હતો

સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ધનજી ગોહિલ પાસે શહેર ભાજપ પ્રમુખનું મહત્વનુ પદ હોવા છતા તેમણે નગરપાલિકાની ટિકિટ આપવા પાછળ મોટું રાજકારણ છે. આ વર્ષે ભરૂચ નગર પાલિકાના પ્રમુખની સીટ એસ.સી.બેઠક છે ત્યારે પ્રમુખ પદ માટે અત્યારથી જ બે નામ ચર્ચામાં છે એક અમિત ચાવડા અને ધનજી ગોહિલ આ બે માંથી એક પ્રમુખ બને એવી શકયતા છે આથી ધારાસભ્યના માનીતા ગણાતા ધનજી ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.

બીજી ગણતરી જોઈએ તો ધનજી ગોહિલ જે વોર્ડમાંથી ચૂંટણી લડવાના છે એમની સામે ભાજપના જ પૂર્વ નગર સેવક મનહર પરમાર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જો ધનજી પરમાર ચૂંટણી હારી જાય તો તેઓ નગર સેવક તરીકે પણ કપાઈ અને શહેર ભાજપ પ્રમુખનું પદ તો જતું જ રહ્યું છે આથી એક કાંકરે બે પક્ષી મારી શકાય એવી ચર્ચા ચાલી રહી છે. આવામાં પ્રજામાં સવાલા ઉઠવા પામ્યા છે કે જો ધનજી ગોહિલને પ્રજાના કામો જ કરવા હતા તો તેઓ સંગઠનમાં રહીને પણ કરી શકતા હતા પરંતુ સત્તાની લાલચ માટે તેઓએ સંગઠનમાથી રાજીનામું મૂકી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે

Next Story