Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સિવિલ હોસ્પિટલને ફટકારાયો ૫ હજારનો દંડ, નગર સેવા સદનની કાર્યવાહી

ભરૂચ : સિવિલ હોસ્પિટલને ફટકારાયો ૫ હજારનો દંડ, નગર સેવા સદનની કાર્યવાહી
X

ભરૂચ નગર સેવા સદન દ્વારા સિવિલ હોસ્પિટલને ગંદા પાણીનો

જાહેરમાં નિકાલ કરતા બાબતે ૫ હજારના દંડ સાથે પોલીસ ફરીયાદની નોટિસ ફરકારી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસનું ૨૦ હજાર લિટર

પાણીનો રોજનો નિકાલ ન આવતા તમામ પાણી સિવિલ હોસ્પિટલના ખુલ્લા પટાંગણમાં નીકળતા

લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેની ફરિયાદ નગરપાલિકાને મળતા નગરપાલિકા

દ્વારા સખત પગલાં લઈ સિવિલ હોસ્પિટલને પાંચ હજારનો દંડ કર્યો છે અને સાથે સાથે

સિવિલના સંચાલકો પર પોલીસ ફરિયાદ પણ થશે એમ નોટિસ આપી જણાવ્યું છે..

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા દિવસ અગાઉ ભરૂચના

પૃથ્વી માર્કેટ વિસ્તારમાં પણ કચરાપેટીમાં મળમૂત્રનો નિકાલ કરવાની ઘટના સામે આવ્યા

બાદ નગરપાલિકાએ રૂપિયા ૧૫૦૦નો દંડ ફટકાર્યો હતો અને આજે સિવિલ હોસ્પિટલને પણ દંડ

ફટકારવામાં આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Next Story