Connect Gujarat
Featured

ભરૂચ : સરકારની શિક્ષણ નીતિના વિરોધમાં મૂળ નિવાસી સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર

ભરૂચ  : સરકારની  શિક્ષણ નીતિના વિરોધમાં મૂળ નિવાસી સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર
X

ભરૂચ જીલ્લામાં શિક્ષણના ખાનગીકરણ મુદ્દે અને બંધારણની કલમ-45 મુજબ દરેક વિદ્યાર્થીને વિનામુલ્યે શિક્ષણ મળવું જોઈએ. જેવા વિવિધ મુદ્દાઓ સાથે મૂળ નિવાસી સંધના કાર્યકરોએ રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જીલ્લા મૂળનિવાસી સંધ દ્વારા પાઠવાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ગરીબ મૂળ નિવાસી સમાજને શિક્ષણથી દૂર રાખવાનું ષડયંત્ર રચાતું હોય તેવું માલૂમ પડી રહ્યું છે. માલેતુજારના બાળકો તેમનું ગૃહકાર્ય જાતે બેસીને ઓનલાઈન પ્રથાથી કરે છે. ઉચ્ચ શિક્ષણ નીતિ, સ્કૂલની શિક્ષા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકની શિક્ષા તમામ સરકારની ભ્રામક વાતો છે. બંધારણની કલમ-45 મુજબ શિક્ષણ એ દેશના દરેક વિદ્યાર્થીને વિનામુલ્યે મળવું જોઈએ. દુનિયાની 500 વિશ્વ વિદ્યાલયમાંથી ફકત 2 જ વિશ્વ વિદ્યાલય ભારતમાં છે. જ્યારે શિક્ષણ નીતિ વર્ષ 2020ને નાબૂદ કરી ભારતમાં ફરજિયાત વિનામુલ્યે શિક્ષણ મળે તેવા આયોજનો હાથ ધરવા જોઈએ. સાથે સાથે શિક્ષણનું ખાનગીકરણ બંધ કરી શિક્ષણનું રાષ્ટ્રીયકારણ કરવું જોઈએ.

શિક્ષણમાં કોન્ટ્રાકટ પધ્ધતિથી શિક્ષકોની ભરતી બંધ કરવી જોઈએ અને ડાયરેક્ટ શિક્ષણની ભરતી થવી જોઈએ. કારણ કે, કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતા શિક્ષકો શિક્ષણમાં યોગ્ય રસ દાખવતાં નથી. અને તેની અસર બાળકોના શિક્ષણ પર અસર કરે છે. શિક્ષાના દરેક સ્તર પર બોર્ડની નિમણૂંક થવી જોઈએ. જેવા વિવિધ મુદ્દાઓ સાથે મૂળ નિવાસી સંધ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Next Story