Connect Gujarat
Featured

ભરૂચ : કોરોનાથી વધતાં મૃત્યુઆંકથી ચિંતા, પ્રભારીમંત્રીએ કહયું એકશન પ્લાન બનાવો

ભરૂચ : કોરોનાથી વધતાં મૃત્યુઆંકથી ચિંતા, પ્રભારીમંત્રીએ કહયું એકશન પ્લાન બનાવો
X

ભરૂચમાં વધી રહેલાં કોરોનાના કેસ તથા પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરમાં લાગેલી આગ બાદ રાજયના ગૃહ તથા જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજા રવિવારના રોજ ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યાં હતાં.


ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના ના હાહાકાર ને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રવિવારના રોજ ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા ભરૂચ આવી પહોંચ્યા હતાં. તેમણે આગની દુઘર્ટના બની હતી તેવી પટેલ હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લામાં કોરોના ના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ કરીને ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 40 જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહયાં છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે સ્થિતિ દરરોજ બગડી રહી છે. આવા માહોલમાં જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના ગૃહપ્રધાન અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા ભરૂચ આવી પહોંચ્યા હતાં. તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતાં. બંને મંત્રી સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓએ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળતાં 18 વ્યકતિઓના મોત નીપજયાં હતાં. પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા અન્ય સ્ટાફ સાથે બેઠક મળી હતી. પ્રદિપસિંહ જાડેજાએ ત્યારબાદ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો ભરૂચ જિલ્લામાં કોરોના અંગેની કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તેની માહિતી પણ પ્રભારી મંત્રીએ મેળવી હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ તેમજ વધી રહેલા મૃત્યુ આંકનો ચિતાર મેળવી એક્શન પ્લાન ઘડી કાઢવા તેમણે આદેશ કર્યો છે.

Next Story