/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/05165202/WhatsApp-Image-2020-12-05-at-4.47.43-PM-1-e1607167335681.jpeg)
ભરૂચ નેશનલ હાઇવે 48 ઉપર આવેલ લુવારા નજીકના પેટ્રોલ પંપની બાજુમાં ટાયર પંચરની દુકાને ડમ્પરના ટાયર માં હવા ભરતી વખતે ટાયર ફાટવાથી સાથે લોખંડની પ્લેટ ઉડીને હવા ભરી રહેલા વ્યક્તિને વાગતાતેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના રહાપોર ગામે રહેતો મન્ના ખાન લુવારા ગામ નજીક પંચરની દુકાન ધરાવે છે. દરમિયાન નારેશ્વરથી રેતી ભરીને નીકળેલાં ડમ્પરનો ચાલક તેની દુકાને હવા ભરાવવા માટે ગયો હતો. મન્ના ખાને ટાયરમાં હવા ભરી રહ્યો હતો તે દરમિયાન ટાયરમાં વધુ હવા ભરાઈ જવાના કારણે ટાયર ફાટ્યું હતું અને ટાયરની વચ્ચે રહેલી લોખંડની પ્લેટ ઉડીને હવા ભરી રહેલા પંચરની દુકાનવાળા મન્ના ખાન ઉપર મોઢા ઉપર જોરદાર વાગતાની સાથે તે સ્થળથી પાંચ ફૂટ દુર ફંગોળાઇ ગયો હતો. ગંભીર ઇજાના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.