Connect Gujarat
Featured

ભરૂચ : રાજયના બજેટમાં દહેજ ખાતે નવી જેટી માટે 1,200 કરોડ રૂપિયાની ફાળવણી

ભરૂચ : રાજયના બજેટમાં દહેજ ખાતે નવી જેટી માટે 1,200 કરોડ રૂપિયાની ફાળવણી
X

રાજયમાં વિકાસની વાત થતી હોય અને દહેજનું નામ ન આવે તે શકય ન બને. બુધવારે જાહેર થયેલાં બજેટમાં દહેજ ખાતે નવી જેટીના નિર્માણ માટે રાજય સરકારે 1,200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

રાજયના નાણામંત્રી નિતિન પટેલે બુધવારે વિધાનસભામાં વર્ષ 2021-22 માટેનું બજેટ રજુ કર્યું હતું. બજેટમાં ભરૂચ જીલ્લામાં બે યોજનાઓ માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે. આ બે યોજનામાં ભાડભૂત બેરેજ યોજના તથા દહેજ ખાતે નવી જેટીનો સમાવેશ થાય છે.ભરૂચ જીલ્લા માટે ગુજરાતના બજેટમાં ૧૬૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચના ભાડભૂત નજીક દરિયાનું ખારું પાણી નદીમાં આવતું અટકાવવા માટે બેરેજ યોજના આગામી ચાર વર્ષમાં રૂ. 5322 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેનું કામ હાલ શરુ થઇ ગયું છે આ યોજના માટે આ વર્ષે રૂ. ૧૪૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાના પાણી નર્મદા નદીમાં ઝનોરની પણ આગળ સુધી ચાલ્યાં જતાં ખારપાટની સમસ્યા સર્જાય છે. ગત વર્ષે લોકડાઉનના કારણે નર્મદા નદીના નીર શુધ્ધ બન્યાં હતાં. દરિયાના પાણીને રોકવા માટે ભાડભુત પાસે વિયર કમ કોઝવેનું નિર્માણ કરાશે. વિયર કમ કોઝવેના કારણે ભરૂચથી હજીરા સરળતાથી જઇ શકાશે. આ ઉપરાંત મીઠા પાણીના સરોવરનું નિર્માણ થશે.

Next Story