Connect Gujarat
સમાચાર

ભરૂચ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી, આમ છતાં ફટાકડા બજાર “શુષ્ક”

ભરૂચ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી, આમ છતાં ફટાકડા બજાર “શુષ્ક”
X

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વેપારીઓ દ્વારા ફટાકડાના સ્ટોલ બાંધવા માટેની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

કોરોનાના કપરા કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ જાણે ગ્રહણ લગાવી દીધું છે, ત્યારે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં દરેક ધર્મના દરેક તહેવારોનો રંગ ફિકો પડી ગયો છે. જોકે આગામી દિવાળીના તહેવારને લઈ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ બાંધવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વેરાઇટી સાથે બજારમાં ફટાકડાનો જથ્થો જોવા મળશે. જોકે મોટાભાગના ફટાકડા શિવાકાશીથી મંગાવવામાં આવે છે, ત્યારે કોરોના વાયરસના ભયથી લોકડાઉનની સ્થિતિ વચ્ચે કંપનીઓ દ્વારા પણ ફટાકડા ઓછા બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં 20% સુધીનો વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યુ હતું.

કોરોના ઇફેક્ટ આમ તો બધા વેપાર-ધંધાને નડી ચૂકી છે. જેમાં ફટાકડાના ધંધા પણ હાલ તેમાંથી બાકાત રહ્યા નથી. તો સાથે જ ફટાકડાના ભાવમાં પણ આંશિક વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે લોકો એકપણ તહેવારની સરખી રીતે ઉજવણી કરી શક્યા ન હોવાથી ભરૂચમાં ફટાકડાના વેપારીઓ રહી-રહીને ઘરાકી નીકળે તેવી આશા સેવી રહ્યા છે, ત્યારે ફટાકડાના સ્ટોલ પર ખરીદી કરવા આવતા ગ્રાહકોને સરકારની ગાઈડલાઈનનું પણ અચૂક પાલન કરાવવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું.

Next Story