ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં સ્ટ્રીટ પોલના કેબલમાં આગ..!

0
81

આગના ભડકા સાથે તણખા ઝરતા રહીશોમાં ફફડાટ

ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલના કેબલમાં અચાનક આગ ફાટી નીકળવા સાથે તણખા ઝરતા આસપાસના રહીશોમાં ફફડાટ ઉભો થયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ શહેરની સ્ટ્રીટ લાઇટની લાઇનોમાં વિક્ષેપ ઉભા થાય છે. શોટસર્કીટના કારણે અવાર-નવાર લાઇટો ગુલ થવાના બનાવો બનવા પામે છે.ગત રાત્રીના ફાટા તળાવ વિસ્તારના એક વિજપોલના કેબલમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગના ભડકાઓ સાથે આતશબાજી થતી હોય તે, તણખાઓ ઝરતા આસપાસના રહીશોમાં ફફડાટ ઉભો થવા પામ્યો હતો.

વિજલાઇન કેબલમાં ફોલ્ટ થતા જ આખા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.લાંબા સમય સુધી આગ સાથે તણખા ઝરવાની ઘટના થી ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.જો કે મોડે મોડે વિજ કંપનીઓના અધિકારી અને કર્મચારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જેમાં આખરે આગ અને તણખા ઝરવાનું બંધ થયું હોવા છતાં પણ લોકોએ મોડે સુધી અંધારપટ વેઠવાનો વારો આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here