Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સેવાશ્રમ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે ONGCના સહયોગથી વિકલાંગ નિદાન શિબિર કેમ્પ યોજાયો

ભરૂચ: સેવાશ્રમ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે ONGCના સહયોગથી વિકલાંગ નિદાન શિબિર કેમ્પ યોજાયો
X

ભરૂચ શહેરમાં આવેલ સેવાશ્રમ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે અંકલેશ્વર ONGCના સહયોગથી વિકલાંગ નિદાન શિબિર કેમ્પ યોજાયો હતો.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને

અંકલેશ્વર ઓ.એન.જી.સી.કંપની દ્વારા ભરૂચ શહેરમાં આવેલ સેવાશ્રમ સ્થિત રેડ ક્રોસ

બ્લડ બેન્ક ખાતે વિકલાંગ નિદાન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા

આપી હતી આ કેમ્પમાં ભરૂચ અને અંકલેશ્વરના જરૂરિયાતમંદ વિકલાંગોને વિના મુલ્યે

વ્હિલચેર સહિતના સાધનોનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય

શાખાના આર્ટીફીસ્યલ લીમ ડીપાર્ટમેન્ટના ઇજનેર નાયકે જણાવ્યું હતું કે, જે વ્યક્તીઓએ અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા છે. તેવા

વ્યક્તીઓને અમારી સંસ્થા દ્વારા અંકલેશ્વર ઓ.એન.જી.સીના સહયોગથી યોજાયેલ આ

કેમ્પમાં કુત્રિમ હાથ-પગ જર્મન ટેકનોલોજીથી બનાવાયેલ આપવામાં આવે છે. આ

ટેકનોલોજીમાં હાથ-પગ લગાવવામાં કોઇ બેલ્ટ બાંધવાનો હોતો નથી.તે ડયરેક્ટ જ લગાવી

શકાય છે અને તેની મદદથી જેતે વ્યક્તિ સહેલાઇથી પોતાના રોજીંદા કામ કરી શકે છે.

આ કેમ્પમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક ડોક્ટર

જે.જે.ખીલવાણી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સભ્યો અને

અંકલેશ્વર ઓ.એન.જી.સી.કંપની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story