ભરૂચમાં આકરી ગરમીના પગલે જનજીવન પર માઠી અસર

ભરૂચમાં આકરી ગરમીના પગલે જનજીવન પર માઠી અસર
New Update

રાજ્યમાં ઊનાળો ભરપુર જામી ગયો છે. લોકોને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ – રાજકોટ સહિત ભરૂચમાં પણ ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.

આ વખતે ગરમીએ ત્રાહીમામ પોકારી રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના મતે, ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચવાની સંભાવના સેવવામાં આવી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં સહીત ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં અને ભરૂચ જિલ્લામાં પણ ગરમ પવન ફૂંકાવવાની આગાહી છે.. વધતી જતી ગરમીને લઈ ૧૦૮ ઈમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ગરમીના કારણે છેલ્લા એક સપ્તાહમાં ઈમરજન્સી કેસમાં પણ વધારો નોંધાયો છે. આ સાથે ડિહાઈડ્રેશનના કેસ પણ નોંધાયા હોવાનું બહાર આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ સુધી વધુ ગરમી પદવાની શક્યતા દર્શાવાઇ રહી છે.

આકરી ગરમીના પગલે ભરૂચવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો અસહ્ય ગરમીના કારણે ભરૂચના માર્ગો સુમસામ બન્યા છે. તો વળી રોજ રિક્ષા ચલાવી પેટીયું રળતા કે મજૂરી કરતા શ્રમિકોની સ્થીતી પણ રોજગારના અભાવે કફોડી બની છે.લોકો ગરમીથી બચવા લીંબુ સિકંજી,લીંબુ સરબત સહિત શેરડીના રસ જેવા ઠંડા પીણાનો સહારો લેવા સહિત અગત્યના કામો પતાવવા મોઢે રૂમાલ બાંધી રહ્યા છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #News #heat wave #Gujarati News #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article