Connect Gujarat
Featured

ભરૂચ: ઝઘડીયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ચાર કામદાર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા, જુઓ શું બની હતી ઘટના

ભરૂચ: ઝઘડીયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ચાર કામદાર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા, જુઓ શું બની હતી ઘટના
X

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કોલસાની ચીમની નજીક કામ કરી રહેલ ચાર કામદાર દાઝી જતાં તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ મોટો ઔધ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન કોલસાની ચીમની જામ થાઈ જતાં જેટલા કામદારો ચીમનીમાંથી કોલસાનો પાઉડર કાઢી રહ્યા હતા એ દરમ્યાન એકાએક મોટી માત્રામાં ગરમ પાઉડર બહાર નીકળી જતાં નજીકમાં કામ કરી રહેલ કામદારો પર પડ્યો હતો જેમાં ચાર કામદારો દાઝી ગયા હતા.

બનાવની જાણ થતાની સાથે જ કંપની સત્તાધીશોએ દોડી આવી કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડયા હતા. દાઝી ગયેલા કામદારોમાં 28 વર્ષીય ઉપેન્દ્રસિંહ પઢિયાર, 38 વર્ષીય કૌશિક પટેલ,33 વર્ષીય મહંમદ હનીફ અને 35 વર્ષીય અર્જુન પંડિતનો સમાવેશ થાય છે જેઓ હાલ સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં જ ઝઘડીયા પોલીસ તેમજ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટિમ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Next Story