Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયાની ગુલશન કંપનીમાં ફરકયો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ, તમે પણ જુઓ

ભરૂચ : ઝઘડીયાની ગુલશન કંપનીમાં ફરકયો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ, તમે પણ જુઓ
X

ભરૂચ શહેર સહિત જિલ્લામાં મંગળવારના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઝઘડીયા જીઆઇડીસીની ગુલશન પોલિઓલ્સ કંપનીમા ૨૬ મીટર.

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દીન નિમિત્તે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી ગુલશન પોલિઓલ્સ કંપનીમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના પરિસરમાં ૨૬ મીટર ઉચો રાષ્ટ્ર ધ્વજ કંપનીના ડિરેક્ટર એ.કે.વસ્તના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. કંપનીના સીએમડી ડૉ. સી.કે.જૈનના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમની ઇચ્છા અનુસાર કંપની ખાતે જિલ્લાનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી.

Next Story